આખરે મેટા અને ટિવટર વચ્ચે વોર શરૂ થઈ ગયું હોય તેમ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads એપ લોન્ચ કરવામાં આવી છે. Threads એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની ટિવટર સાથે છે. Threads ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે. તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટિવટર થી મળી આવે છે. આ એપ હવે ભારતમાં પણ ઉપલબ્ધ કરાવાઈ છે. ઝવયિફમત ને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારે પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક હોય તો એટલે કે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ હશે તો Threads એકાઉન્ટ આપમેળે વેરિફાઇડ થઈ જશે. Threads ને તમે એપલના પ્લેસ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકશો. તેમાં તમે ઈન્સ્ટાગ્રામની આઈડીથી લોગિન કરી શકશો.


