જામનગર તાલુકાના નાઘેડીમાં નવી પંચાયત પાછળ આવેલા ઝુંપડપટીમાં રહેતાં માનસિક અસ્વસ્થ યુવાને જિંદગીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘેડી ગામમાં નવી પંચાયત પાછળ આવેલી ઝુંપડપટીમાં રહેતો અને મજૂરી કામ કરતો મેરુ ઉર્ફે મુન્નો બાબુભાઈ પરમાર (ઉ.વ.25) નામનો યુવાન છેલ્લાં દોઢ વર્ષથી માનસિક અસ્વસ્થ હતો અને કોઇ કામ-ધંધો કરતો ન હતો. દરમિયાન છેલ્લાં ત્રણ દિવસથી ઘરે એકલો હોય માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. યુવાનની આત્મહત્યા અંગે મૃતકના ભાઈ માલદે દ્વારા જાણ કરાતા હેકો કે.સી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર નિરીક્ષણ કરતાં મૃતદેહ બે-ત્રણ દિવસ પહેલાંનો હોવાના તારણના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.