પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીના કેસ મામલે ડોમિનિકામાં સુનાવણી ચાલી રહી છે. અંતિમ નિર્ણય કોર્ટ આવતીકાલે જણાવશે. ડોમિનિકાની કોર્ટે મેહુલ ચોકસીની જામીન અરજી ફગાવી દીધી છે.
પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂપિયાની છેતરપીંડી મામલે ભરતનો વોન્ટેડ હીરા વેપારી મેહુલ ચોકસી ભારત આવશે કે નહી તે અંગે હવે નિર્ણય આવશે. ભાગેડુ મેહુલ ચોક્સીને મોટો ઝટકો લાગ્યો છે. ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની જામીન અરજી નામંજૂર કરી છે. ચોક્સીની આ જામીન અરજી ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશને લઈને હતી. મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે મીડિયાને જણાવ્યું હતું કે અમે હાઈકોર્ટમાં જઈશું.
ચોક્સીએ દાવો કર્યો હતો કે તેનું એન્ટિગુઆ અને બાર્બુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેઓને બળજબરીથી કેરેબિયન ટાપુ પર લાવવામાં આવ્યા હતા. ડોમિનિકા ન્યૂઝ ઓનલાઇન અનુસાર હાઈકોર્ટે બંદી પ્રત્યક્ષીકરણ અરજી પર સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી છે. ચોક્સીની દલીલોને નકારી કાઢતાં હાઈકોર્ટમાં વકીલે જણાવ્યું હતું કે આરોપી ગેરકાયદેસર રીતે દેશમાં દાખલ થયો હતો.
મંગળવારે પણ ત્રણ કલાક સુધી આ કેસ અંગે સુનાવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ 3જુન સુધી સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે, મેહુલ ચોકસીની અરજી સુનાવણીને યોગ્ય નથી. ડોમિનિકા સરકારે કહ્યું ચોકસીને ભારતને સોંપી દેવો જોઈએ. કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. જજે બંને પક્ષની દલીલ સાંભળી હતી. હવે આ કેસમાં ગુરૂવારે ચુકાદો આવશે તેવી શક્યતા છે.