ભાગેડુ મેહુલ ચોકસીને શનિવારે કોમનવેલ્થ ઓફ ડોમિનિકામાંથી રાહત મળી હતી જ્યાં પોલીસ દ્વારા તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડોમિનિકામાં મેહુલ ચોકસી સામે ગેરકાયદેસર પ્રવેશના કેસમાં કાનૂની કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લીધો.ચોક્સી એ વાતથી ખુશ છે કે ડોમિનિકન સરકારે મે 2021માં ગેરકાયદે પ્રવેશ માટે તેની સામેના તમામ આરોપો રદ કર્યા છે.
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકામાં મોટી રાહત મળી છે. ડોમિનિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “‘ગેરકાયદેસર પ્રવેશ’ માટે ચોક્સી સામે ચાલી રહેલી કાર્યવાહી હવે બંધ કરી દેવામાં આવી છે. 13,500 કરોડના પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસમાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચોક્સીને આરોપી જાહેર કરવામાં આવ્યો છે. ચોક્સી. 23 મેના રોજ એન્ટિગુઆથી ગુમ થયો હતો જે પાછળથી ડોમિનિકામાં જોવા મળ્યો હતો.
ડોમિનિકા હાઈકોર્ટ દ્વારા મેડીકલ આધાર પર જામીન મળ્યા બાદ ચોક્સી ગયા વર્ષે જુલાઈમાં ફરીથી એન્ટિગુઆ ગયો હતો. ચોક્સીએ ‘ગેરકાયદેસર પ્રવેશ’ના દાવા સામે તેનો કેસ લડ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેનું એન્ટીગુઆ અને ભારતીય દેખાતા પોલીસકર્મીઓ દ્વારા 23 મેના રોજ એન્ટીગુઆના જોલી હાર્બરમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને બોટ દ્વારા ડોમિનિકા લઇ જવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે મે 2021માં મેહુલ ચોક્સી ડોમિનિકામાં ઝડપાયો હતો. આ પછી ચોકસીના પ્રત્યાર્પણ અંગે ચર્ચા થઈ હતી કે તેને ત્યાંથી સીધો ભારત લઇ અવાશે. પરંતુ અમ થયું નથી અને ડોમિનિકાની સરકારે કહ્યું હતું કે ભાગેડુ મેહુલ ચોકસી પાસે એન્ટીગુઆની જ નાગરિકતા છે માટે તેને ત્યાં જ સોંપવામાં આવશે.