Friday, December 5, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છસૌરાષ્ટ્રમાં રહી રહીને મેઘરાજા વરસી રહ્યા

સૌરાષ્ટ્રમાં રહી રહીને મેઘરાજા વરસી રહ્યા

સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી બે દિવસ વરસાદની આગાહી

વરસાદની વિદાયની આગાહી વચ્ચે મેઘરાજા રહી રહીને વરસી રહ્યા છે. તેમ ગુજરાતમાં એક બાજુ સૌથી મોટો તહેવાર નવરાત્રિની ઉઝવણી તો બીજી તરફ વરસાદી મેઘ મહેર ચાલુ હોય લોકો હજુ પણ નવરાત્રી રમવાના મુડમાં છે પરંતુ, હજુ આગામી બે દિવસ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

આ વર્ષે આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં 882 મિ.મી.ની સરેરાશ 1022 મિ.મી. વરસાદ વરસી ગયો છે. એક બાજુ લોકોમાં નવરાત્રીના તહેવારને લઇને ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તો વળી ખેલૈયાઓને ગરબા રમવાની ચિંતા પણ સતાવતી હતી. ત્યારે ઝીણા-ઝરમર ઝાપટાઓ વચ્ચે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જ્યારે આગામી બે દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં આજે વરસાદ માટે હવામાન વિભાગની આગાહી છે. જ્યારે આવતીકાલે કચ્છ, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular