Wednesday, January 21, 2026
Homeવિડિઓખંભાળિયા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા મેગા ફૂટ પેટ્રોલિંગ - VIDEO

ખંભાળિયા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા મેગા ફૂટ પેટ્રોલિંગ – VIDEO

એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા

ખંભાળિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બને રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ગતરાત્રે મેગા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ખંભાળિયાના મહત્વના એવા નવાપરા, નગર ગેઈટ, ચાર રસ્તા, વિગેરે વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે રાત્રિના સમયે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની ખાસ ઉપસ્થિતિમાં અહીંના ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા વિગેરે દ્વારા મેગા ફૂટ પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા તેમજ અસામાજિક તત્વો ઉપર લગામ કસવાના હેતુથી હાથ ધરવામાં આવેલા આ મેગા ફૂટ પેટ્રોલિંગમાં એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા, એસ.ઓ.જી. પીઆઈ. કે.કે. ગોહિલ, ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગની આ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

“કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો” તેમ જણાવી અસામાજિક તત્વોને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહી અને આદર્શ નાગરિક તરીકે રહેવા પોલીસ તંત્ર દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular