ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મદીના 72 મા જન્મદિવસ નિમિત્તે જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત હરિયા કોલેજ ગોકુલનગર, જકાતનાકા આગળ આજરોજ રકતદાન શિબિર તેમજ 17 અને 18 મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સર્વરોગ નિદાન કેમ્પમાં નામાંકિત નિષ્ણાંત ડોકટરો દ્વારા રોગનું નિદાન કરી જરૂરી દવાઓ પુરી પાડવામાં આવી આજના હોદ્દેદારો અને શહેરના મહાનુભાવોની હાજરીમાં દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાજપા શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઇ મૂંગરા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન મનિષ કટારિયા, આર.કે. શાહ, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોશી, કોર્પોરેટર કેશુભાઈ માડમ, અલ્કાબા જાડેજા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દાસાણી, હિતેન ભટ્ટ તથા વિજયસિંહ જેઠવા, દિલીપ ભોજાણી, દિલીપસિંહ ચુડાસમા, વિપુલભાઈ કોટક, ડો. વિનુભાઈ ભંડેરી, નિરજ દત્તાણી, વસંત ગોરી, જયેશ લખીયર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ યુવાનોએ મોટી સંખ્યામાં રકતદાન કરીને આ કેમ્પના સહભાગી થયા છે.