Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરમહેસુલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકો યોજાઇ

મહેસુલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકો યોજાઇ

સર્કિટ હાઉસ ખાતે જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના પદાધિકારીઓ અને કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા

- Advertisement -

જેમાં મંત્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા રજુ કરાયેલ લોકહિતના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીએ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના મહેસુલ, સિંચાઈ, ગ્રામ વિકાસ, પંચાયત તથા જમીનને લગતી રજૂઆતો પરત્વે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સાથે સાથે જામનગર જિલ્લાની કોરોનાની સ્થિતિ તેમજ હાલ ચાલી રહેલી વેકસીનેશનની કામગીરી વિશે પણ માહિતી મેળવી હતી તેમજ કોરોનાને પહોંચી વળવા રાજ્ય સરકાર તમામ મોરચે સજ્જ છે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રભારી જયંતિભાઈ કવાડિયા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, એપેક્ષ બેંકના ડાયરેકટર મુળુભાઈ બેરા, ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન પી.એસ.જાડેજા, વાઈસ ચેરમેન રાજુભાઈ વાદી, મેનેજીંગ ડિરેકટર લુણાભા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, દિલિપસિંહ ચુડાસમા, દિલિપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, ડો. વિનુભાઈ ભંડેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક દીપેન ભદ્રન, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન નંદીની દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા. આ તકે મંત્રીએ અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ તે અંગે જરૂરી ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
મંત્રીએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર વિશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ માટે તમામ મોરચે સજ્જ છે ત્યારે સ્થાનિક અધિકારીઓ પણ જિલ્લામાં વેક્સિનેશન વેગવંતુ બને તે માટે તમામ પ્રયત્નો હાથ ધરે. રાજ્ય સરકાર તમામ મુદ્દે મદદરૂપ થવા કટિબદ્ધ છે. મંત્રીએ સંભવિત ત્રીજી લહેર અંગેની સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ તૈયારીઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular