ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય ઉત્સવની પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. આગામી તા. 7 સપ્ટેમ્બર, 2023ના ગુરુવારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની 17મી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં 5-નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતે પ્રતિવર્ષે યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવા માટે ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, મિત્ર મંડળ, જ્ઞાતિ સંસ્થાઓ, અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની અગત્યની મીટીંગ 5-નવતનપુરીધામ ખીજડા મંદિર, ખંભાળિયાનાકા બહાર, જામનગર ખાતે આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં તા.27, ઓગસ્ટના રવિવારે સાંજે 7 કલાકે રાખવામાં આવી છે. જેમાં સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.