Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારનકલી એલસીબી પોલીસ બની રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ

નકલી એલસીબી પોલીસ બની રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઇ

- Advertisement -

કાલાવડ તાલુકાના સરવાણિયા ગામમાં નકલી પોલીસ બની ખેડૂત સહિતના ગ્રામજનોને માર મારી બળજબરીપૂર્વક રૂપિયા પડાવતા અજાણ્યા શખ્સો સામે નોંધાયેલી ફરિયાદના આધારે કાલાવડ પોલીસે નકલી પોલીસ બનનાર પાંચ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સરવાણિયા ગામમાં ખેડૂત સહિતના ગ્રામજનોને માર મારી ભયમાં મૂકી એલસીબી પોલીસની ખોટી ઓળખ આપી બળજબરીપૂર્વક રૂપિયા પડાવ્યાના બનાવમાં પો.કો. સંજય બાલીયા, હાર્દિકપરી ગોસાઈ અને નવલ આસાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એસ. પટેલ, એએસઆઈ મયુરસિંહ પરમાર, હેકો જીતેન પાગડાર, પો.કો. સંજય બાલીયા, મયુરસિંહ જાડેજા, નવલ આસાણી, હાર્દિકપરી ગોસાઈ, વાસુદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના સ્ટાફે સરવાણિયા ગામના પાટીયા સામે નર્સરી તરફ જવાના માર્ગ પર બાઈક પાસે ઉભેલા ગૌતમ ઉર્ફે કારો શૈલેષ હરજી પાનસુરીયા (રહે. સરવાણિયા), નવીન મુળજી મકવાણા (મુરીલા), જયેશ દિનેશ મકવાણા (મુરીલા) નામના ત્રણ શખ્સોને રૂા.57,300 ની રોકડ રકમ અને ઉપયોગમાં લીધેલ રૂા.40,000 ની કિંમતના બે બાઇક તથા રૂા.15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈ સહિતના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં.

કાલાવડ પોલીસે ત્રણેયની પૂછપરછ હાથ ધરતા તેની સાથે સરવાણિયા ગામના જ અજય ભરત ચત્રર્ભુજ અને લાલજી વિશા ઝાપડા નામના બન્ને શખ્સોને ગામમાંથી ઝડપી લઇ તેમની પાસેથી રૂા.47700 ની રોકડ રકમ અને રૂા.20000 ની કિંમતનું એક બાઇક તથા રૂા.10000 ની કિંમતના બે નંગ મોબાઇલ મળી પાંચ નકલી પોલીસ બનનાર શખ્સો પાસેથી કુલ રૂા.1,05,000 ની રોકડ રકમ, રૂા.60,000 ની કિંમતના ત્રણ બાઇક અને રૂા.25,000 ની કિંમતના પાંચ મોબાઇલ મળી કુલ રૂા.1,90,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular