જામનગર સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ઉપસ્થિત થતાં વીજળીના પ્રશ્નો અંગે કલેકટર ડો. સૌરભ પારઘી તેમજ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં ધ્રોલ, જોડિયા, જામનગર, કાલાવડ તાલુકા વિસ્તારના વીજ પાવરના પ્રશ્નો માટે મંત્રીએ અધિકારીઓનું ખાસ ધ્યાન દોરી દરેક ગ્રામ વિસ્તારને અને ખાસ હાલ ઊભા પાકને પાણી પાવાની અને નવા પાક લેવાની સિઝનની શરૂઆત થતી હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પાવર મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી.
પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ખાસ ગ્રામજનોના દરેક વીજ પ્રશ્નના ઉકેલ માટેની ખાતરી આપવામાં આવી હતી તેમજ કોઈપણ વીજળીલક્ષી ફરિયાદ માટે નં. 6357363604 પર કાર્યરત 24×7 હેલ્પલાઇન પર ફોન કરી ફરિયાદ લખાવવા અનુરોધ કર્યો હતો, જેથી વિવિધ પ્રશ્નોનો ઉકેલ ત્વરાથી લાવી શકાય. આ બેઠકમાં પીજીવીસીએલના અધિકારી સી.કે.પટેલ, જેટકોના અધિકારી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.