Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠેળ લોહાણા મહાજનવાડીમાં બેઠક

જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠેળ લોહાણા મહાજનવાડીમાં બેઠક

આજે રાત્રે લોહાણા જ્ઞાતિજનોની બેઠકમાં આયોજનને અપાશે આખરી ઓપ

- Advertisement -

જામનગરમાં છેલ્લા 24 વર્ષથી સતત રીતે સંત શીરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહયું છે. જામનગર જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આ આયોજનને આખરી ઓપ આપવા આજે રાત્રે 9 વાગ્યે લોહાણા મહાજનવાડી, પંચેશ્ર્વર ટાવર પાસે લોહાણા જ્ઞાતિજનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

 છોટીકાશી  જામનગરમાં આ વર્ષે તા.11-11-2021ના ગુરૂવારે જલારામ જયંતિની ઉજવણી ધામધુમપૂર્વક ઉજવણી કરવા માટે વિસ્તૃત ચર્ચા -વિચારણા કરી કોરોના સંદર્ભેની સરકારની માર્ગદર્શીકા મુજબ કાર્યક્રમો અંગે આ બેઠકમાં નિર્ણય કરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જામનગર જલારામ જયંતિ મહોત્સવ સમિતિ વતી જીતુભાઈ લાલના જણાવ્યા મુજબ આગામી તા.11ના રોજ જલારામ જયંતિ પ્રસંગે હાપા તેમજ સાધના કોલોનીના જલારામ મંદિરે ધાર્મીક કાર્યક્રમો આયોજન કરવા તેમજ લોહાણા મહાજનવાડીમાં પૂજન, ગાયોને ધાસચારો તથા લાડવા અર્પણ કરવા, સારસ્વત બ્રાદ્મણ સમાજના સમુહ ભોજન માટે માસ્તાનનું આયોજન કરવા, શહેરમાં આ દિવસે પ્રસાદી વિતરણ તેમજ શોભાયાત્રાના આયોજનને આજની રધુવંશી સમાજની બેઠકમાં આખરી ઓપ આપવામાં આવશે. લોહાણા જ્ઞાતિજનોને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular