બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લામાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્ર તેમજ વિવિધ વિભાગો દ્વારા નિરંતર કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં દરીયાકાંઠાના ગામોમાં દરીયાની નજીકના કાચા મકાનો કે ઝુ5ડાઓમાં રહેતા લોકો તથા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ-8542 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરેલ છે. તેમજ દરિયાકાંઠાના ગામોમાં રાહત અને બચાવની અસરકારક કામગીરી થઈ શકે તે હેતુથી રાજય સરકાર તરફથી 2-એસડીઆરએફ તથા 2-એનડીઆરએફ ની ટીમો ફાળવવામાં આવેલ છે.જે પોતાના નિયત સ્થળે પહોંચી ગયેલ છે.દરીયા કાઠાના 0 થી 5 તથા 6 થી 10 કી.મી.ના 39 ગામોમાં આશ્રયસ્થાનો નકકી કરાયેલ છે. તથા તેમાં જરૂરી સુવિધાઓ ઉ5લબ્ઘ કરાયેલ છે.જિલ્લા કલેક્ટર બી.એ.શાહ દ્વારા વાવાઝોડા અન્વયે તમામ કામગીરી સુચારૂ રૂપે થાય તે માટે દરેક તાલુકા માટે વર્ગ-1 ના લાયઝન અધિકારીની નિમણૂંક કરાયેલ છે. જે હાલ જે તે તાલુકા મથકે ફરજ પર હાજર છે અને તમામ કામગીરીનું સંકલન કરી રહયા છે.મહાનગર,નગરપાલીકા વિસ્તારમાંથી અંદાજે 157 જેટલાં હોર્ડીંગ્સ/સાઇનબોર્ડ જેવા ઉતારી લેવામાં આવેલ છે.તેમજ કલેક્ટરએ જિલ્લામાં તમામ મોટા ઉદ્યોગગૃહો સાથે આજે બેઠક કરી સલામતીના પગલા લેવા સૂચના આપેલ છે. તથા તેના હસ્તકના સંસાઘનો રેસ્કયુ માટે ઉપયોગ કરવા આયોજન કરેલ છે.એરફોર્સ/નેવી/આર્મી તથા કોસ્ટગાર્ડના ઓફીસર સાથે બેઠક કરી એરલીફટ સહિતની તમામ મદદ માટે ટીમોને તૈયાર રખાયેલ છે.જિલ્લાના ઉત્પાદક યુનિટો તથા ચેમ્બર ઓફ કોમર્સના તમામ વેપારીઓ સાથે બેઠક કરી તા.14 તથા 15/06/2023 ના રોજ યુનિટો/વેપારઘંઘા બંઘ રાખવા સ્વૈચ્છિક સહમતિ સાધેલ છે.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા જોડીયા તાલુકાના જોડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ર-આશ્રયસ્થાન, જોડીયા પોર્ટ જેટીની મૂલાકાત તેમજ બાલંભા, રણજીતપર ગામોએ આવેલ આશ્રયસ્થાનની મૂલાકાત લેવામાં આવેલ છે તેમજ લોકોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા સમજુત કરવામાં આવેલ છે.જ્યારે પ્રભારીમંત્રી મુળુભાઇ બેરા દ્વારા લાલપુર તાલુકાના ઝાંખર, સિંગચ, સિકકા વિગેરે ગામોની મૂલાકાત લઇ લોકસંપર્ક કરી જરૂરી સમજુતી આપવામાં આવેલ છે.