જામનગર શહેરમાં મેઘરાજાના વિરામબાદ જામનગર મહાનગરપાલિકા બાદ વિવિધ વિસ્તારોમાં સફાઇ અભ્યાન હાથ ધરવામાં આવ્યું છે. ઘરોમાં પાણીનું ભરાઉ થવાને કારણે મચ્છરો ઉત્પન્ન થતાં મચ્છરજન્ય રોગચાળાની સંભાવના વધી જતી હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્યતંત્ર દ્વારા 10 થી 12 હજાર ઘરોનો સર્વે કરી 300થી વધુ લોકોની ટીમ શહેરમાં ફરી રહી છે.આથી મેયર બિનાબેન કોઠારી દ્વારા પણ લોકોને આ આરોગ્ય તંત્રની ટીમને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. તેમજ લોકોને પોતાના ઘરોમાં પણ કોઇ જગ્યાએ પાણી ભરાઇ રહેતું હોય તેને નિયમિત સાફ કરવા પણ અનુરોધ કર્યો છે.