બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ગઉઅ ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીના સમર્થનની ઘોષણા બુધવારે કરી છે. માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું કે, એ વાત જાણીતી છે કે, દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે આ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. હવે આ જ સ્થિતિને કારણે ઉપપ્રમુખ પદ માટે પણ 6ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમણે લખ્યું કે, ઇજઙએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ વ્યાપક જનહિત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને જગદીપ ધનખડને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને તેની હું સત્તાવાર રીતે ઘોષણા પણ કરી રહી છું.
માયાવતીએ જણાવ્યું કે, અમે આ નિર્ણય ન તો બીજેપી કે એનડીએના સમર્થનમાં કે ન તો વિપક્ષની વિરુદ્ધ પરંતુ અમારી પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખીને લીધો છે. બસપા નબળા, ગરીબ અને ઉપેક્ષિત વર્ગના લોકો માટે નિર્ણયો લેતી રહી છે. તમને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટના રોજ મતદાન થશે. ગઉઅએ પોતાના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગારેટ આલ્વા મેદાનમાં છે. ગઉઅ ઉમેદવાર ધનખડને અત્યાર સુધી ભાજપ, ઉંઉઞ, અપના દળ, ઇઉંઉ, અઈંઅઉખઊં, ઢજછ, કોંગ્રેસ, લોક જનશક્તિ પાર્ટી જેવા પક્ષોનું સમર્થન મળ્યું છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને કોંગ્રેસ, સપા અને ડાબેરી પક્ષોનું સમર્થન છે.