જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની ઋતુમાં કમોસમી માવઠા વરસી રહ્યા છે. જેના કારણે ખેતીના પાકમાં નુકસાન થઈ રહ્યું છે તેમજ ભયજનક રીતે વકરી રહેલા કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સવારે જ શહેરમાં કમોસમી માવઠુ પડતા ટાઢોડુ થઈ ગયું હતું.
ગુજરાતમાં છેલ્લાં બે સપ્તાહથી શિયાળાની મોસમમાં વાતાવરણે અચાનક પલ્ટો લીધો છે અને રાજ્યમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે કમોસમી માવઠા પડી રહ્યા છે. આ કમોસમી માવઠાને કારણે ખેતરના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઠંડીની સિઝનમાં કોરોના સંક્રમણ ભયાનક રીતે વકરી રહ્યું છે અને ઠંડીના કારણે શરદી-ઉધરસ-તાવના કેસોની સંખ્યા પણ અનેકગણી વધી ગઇ છે એક તરફ ઠંડીનો માર અને બીજી તરફ કોરોના સંક્રમણ વચ્ચે બદલાયેલા હવામાનના કારણે જામનગર શહેર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ આજે સવારે કમોસમી માવઠા પડયાના અહેવાલ મળી રહ્યા છે. જામનગર શહેરના અમુક વિસ્તારોમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એકાએક જોરદાર માવઠુ વરસ્યું હતું. કમોસમી માવાથી શહેરના માર્ગો ભીના થઈ ગયા હતાં અને આજે સવારે પડેલા માવઠાએ ચોમાસાની સીઝન યાદ કરાવી દીધી હતી.