Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરતાજાવાલા ઇન્ટર ડિસ્ટ્રીકટમાં જામનગર-મોરબી વચ્ચે મેચ

તાજાવાલા ઇન્ટર ડિસ્ટ્રીકટમાં જામનગર-મોરબી વચ્ચે મેચ

- Advertisement -

બીસીસીઆઇ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તાજાવાલા ઇન્ટર ડિસ્ટ્રીકટ 2021 સિનિયર વન-ડે મેચનું આજરોજ જામનગરના ક્રિકેટ બંગલા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર અને મોરબી જિલ્લા વચ્ચે મેચ યોજાઇ હતી. આ મેચ પૂર્વ રણજી ક્રિકેટર રાજેન્દ્રસિંહ જાડેજા અને કોચ મામદખાનને યાદ કરી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું આ બન્નેને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. જામનગર ડિસ્ટ્રીકટએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ તકે જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઇ સ્વાદિયા, વિનુભાઇ ધ્રુવ, ભરતભાઇ, જયદીપભાઇ, મહેન્દ્રસિંહ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી ટોસ ઉછાળી મેચનો પ્રારંભ કરાવ્યો હતો. મેચમાં અમ્પાયર તરીકે મુકેશ શુકલા તથા રાજેન્દ્ર સેલારકાએ ફરજ બજાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular