સમગ્ર દેશના ક્ષત્રિય સમાજનું ગૌરવ એવા રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર રાજપૂત સમાજના પુત્રવધુ શ્રીમતી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજાને તોતિંગ લીડ સાથે વિજયી બનાવવા માટે જામનગરની તમામ રાજપૂત સમાજની સંસ્થાઓ, સામાજિક વડીલો, આગેવાનો, ભાજપના સંગઠનની પાંખના સર્વે રાજપૂત હોદેદારો, ભાજપના રાજપૂત સમાજના ચૂંટાયેલી પાંખના સર્વે આગેવાનો યુવાનો અને કાર્યકરોએ એક સુર વ્યક્ત કરીને સર્વ સમાજના સમર્થનથી રીવાબાને વિજયી બનાવવા દ્રઢ સંકલ્પ કરેલ.
જામનગરમાં વસતા રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો તેમજ સમાજની સર્વ સંસ્થાઓના હોદેદારો – અગ્રણીઓ તેમજ વડીલોને સાથે મળીને “રવિન્દ્ર – રીવાબા” આશીર્વાદ પાઠવેલ. આ વેળાંએ ઉપસ્થિત હજારો લોકોએ હર્ષોલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં રિવાબાનો જંગી બહુમતિ સાથે ભવ્ય વિજય મેળવવા માટે તન મન અને ધનથી સમર્થન કરવાનો કોલ આપીને રીવાબને આશીર્વાદ પાઠવેલ.
આ વિશાળ સભામાં પૂર્વમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, રાજપુત સમાજના કાર્યકારી પ્રમુખ નવલસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ઉદ્યોગપતિઓ સર્વશ્રી સરદારસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા સમાજના સેક્રેટરીશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયા, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના કોર્પોરેટરો સર્વશ્રી જયેન્દ્રસિંહ ઝાલા, પૃથ્વીસિંહ ઝાલા, હર્ષાબા જાડેજા, અલ્કાબા જાડેજા, જસુબા ઝાલા, ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, સમાજના આગેવાનો સર્વશ્રી પી.ડી.રાયજાદા, પ્રવિણસિંહ જાડેજા આશાપુરા પદયાત્રી સંઘ, પ્રવિણસિંહ જાડેજા મોમાઈ કાસ્ટિંગ, રવીન્દ્ર જાડેજાના ગુરૂ ક્રિકેટ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ પ્રોફેસર પી. બી. જાડેજા, જીતુભા ઝાલા માલવણ, દિલીપસિંહ સોઢા, ઘનશ્યામસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ રાઠોડ, ગગુભા માલેતા, મનુભા રાજપુતશક્તિ, પી. એમ. જાડેજા સહીત સમાજના અગ્રણીઓ અને યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.