Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવીડીયો : સર્વજન દલિત સમાજ વુલનમીલ જામનગરનો સમૂહલગ્ન સમારોહ યોજાયો

વીડીયો : સર્વજન દલિત સમાજ વુલનમીલ જામનગરનો સમૂહલગ્ન સમારોહ યોજાયો

11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

- Advertisement -

સર્વજન દલિત સમાજ વુલનમીલ જામનગર દ્વારા સૌ પ્રથમ વખત સમૂહલગ્ન મહોત્સવનું આજરોજ કોમલનગર સામે વામ્બે આવાસ રોડ જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતાં. આ તકે મેયર બીનાબેેન કોઠારી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા આનંદ રાઠોડ, લોહાણા સમાજના અગ્રણી ક્રિષ્નરાજ લાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ દલિત સમાજના અગ્રણીઓ તેમજ જ્ઞાતિજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મહેમાન તથા દાતાઓનું સન્માન તથા ભોજન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.

- Advertisement -

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જેઠાભાઈ શેખવા, મહેશ (મુન્ના) ભાઈ વાઘેલા, ગોવિંદભાઈ જાદવ, બાબુભાઈ ચાવડા, પ્રવિણભાઈ પારઘી, સુનિલભાઈ વાઘેલા, સુનિલભાઇ વાઘેલા, વિપુલભાઈ ધવડ, નરેશભાઈ ધવલ, કાંતિભાઈ ચાવડા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular