Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતધો.10ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, ધો.12 અંગે આ તારીખે લેવાશે નિણર્ય

ધો.10ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન, ધો.12 અંગે આ તારીખે લેવાશે નિણર્ય

- Advertisement -

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ધો.10ની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આજે રોજ ગુજરાત સરકાર દ્રારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.10ની પરીક્ષા રદ કરવામાં આવી છે. અને રાજ્યના તમામ રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધો.12 ની પરીક્ષા માટે 15 મીએ નિર્ણય લેવામાં આવશે.

- Advertisement -

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે. ધો.10ના 13.5લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાંની જાહેરાત કરવામાં આવી છે.

એટલું જ નહિ, ધોરણ ૧ થી ૯ અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular