ગત વર્ષે કોરોના વાયરસની મહામારીના પરિણામે ગુજરાતના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. અને હવે સતત બીજા વર્ષે ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટર મારફતે આ જાણકારી આપી છે. જેમાં ધો.1 થી 8ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડને ધ્યાને લીધા વગર માસ પ્રમોશન આપવામાં આવશે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેનો તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલું વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે.
આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિમાણ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્ધિતિય સત્રાંત (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિમાણની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.