કોરોના સંક્રમણ સામે રક્ષણ માટે માસ્ક ખૂબ જ જરુરી છે. જામનગરમાં તાજેતરમાં એક જ પરિવારના પાંચ લોકોને કોરોના કેસ આવ્યા બાદ દિવાળીના તહેવાર હોય, સલામતિના ભાગરૂપે પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં દરેડ પોલીસ સ્ટેશન પંચકોશી-બી ડિવિઝનના પીએસઆઇ અને સ્ટાફ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. યાર્ડમાં 1500 જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પીએસઆઇ સી.એમ. કાટલીયા તથા સ્ટાફ તેમજ હાપા યાર્ડના ડાયરેકટર ધીરુભાઇ કારીયા, તુલસીભાઇ પટેલ, યાર્ડ સેક્રેટરી હીતેશભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.