Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે અખંડ ભારતના સંકલ્પ સાથે મશાલયાત્રા

આવતીકાલે અખંડ ભારતના સંકલ્પ સાથે મશાલયાત્રા

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આયોજન : ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લેતાં હોદ્દેદારો

- Advertisement -

જામનગરમાં સ્વાતંત્ર્યપર્વની પૂર્વસંધ્યાએ આવતીકાલ તા.14 ઓગસ્ટના રોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા અખંડ ભારતની પરિકલ્પના સાથે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર અને જિલ્લાના બજરંગદળના પ્રખંડસ્તરથી કાર્યકરો મશાલ સાથે યાત્રામાં જોડાશે તેમજ યાત્રા દરમિયાન ભારતને અખંડ બનાવવા સંકલ્પ પણ લેવામાં આવશે. તેમ ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ જણાવ્યું હતું. જામનગર વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ રમેશભાઇ તારપરા, શહેર સહમંત્રી રવિન્દ્રભાઇ કુંભારાણા, પ્રતિકભાઇ રામવાત, વિશેષ સંપર્ક વિભાગના સંયોજક કલ્પેનભાઇ રાજાણી, પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઇ કારસરીયા, સહસંયોજક વિજયભાઇ અગ્રાવત, પ્રચાર-પ્રસાર ટોળીના હાર્દિક નરોલા સહિતના અગ્રણીઓએ ગઇકાલે ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

- Advertisement -



જામનગરમાં 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ 14 ઓગસ્ટ ના શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા અખંડ ભારતની પરિકલ્પના સાથે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યાત્રા દરમિયાન ભારતને અખંડ બનાવવા સંકલ્પ પણ લેવામાં આવશે. આવતીકાલે સાંજે શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ નજીકના 58 વર્ષથી જ્યાં રામ નામની અખંડ ધૂન ચાલે છે તેવા બાલા હનુમાન સંર્કિંત મંદિરથી આ મશાલ યાત્રાનો પ્રારંભ થશે. જે હવાઇચોક, સેન્ટ્રલ બેંક રોડ, ચાંદીબજાર, સજુબા સ્કૂલ થઇ બેડીગેઇટ સ્વામીનારાયણ મંદિર પાસે પૂર્ણ થશે. વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ આયોજિત આ મશાલયાત્રાનું પંચમુખી હનુમાનજી મંદિરના મહંત પૂ. અખિલેશ્ર્વરાનંદજી, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી, પૂજારી, જામનગરના અગ્રણી કૈલાશભાઇ રામોલીયા, સુનિલભાઇ પટેલ સહિતના શ્રેષ્ઠીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે.

14મી ઓગસ્ટે આયોજિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની મશાલ યાત્રા માટે જામનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા પ્રખંડ કક્ષાએ વિવિધ બેઠકો પણ યોજી લેવામાં આવી છે. અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારો, જ્ઞાતિઓ અને હિંદુ સમાજને આ મશાલ યાત્રા માં જોડાવા આહવાન કર્યું છે. ત્યારે બહોળી સંખ્યામાં યુવાનો ભારતને અખંડ કરવાના સંકલ્પ સાથે મશાલ યાત્રા માં જોડાવા આતુર છે.

જામનગરમાં મશાલયાત્રાના આયોજન માટે બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, શહેર મંત્રી સુબ્રમણ્યમભાઈ પિલ્લે, સહ મંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, ધર્મેશભાઈ ગોંડલીયા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પ્રચાર-પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, સહ સંયોજક વિજયભાઈ અગ્રાવત, ધર્માંચાર્ય સંપર્ક વિભાગના સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળ જામનગર જિલ્લા સંયોજક પ્રિતમસિંહ વાળા સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા આયોજન માટે જુદી જુદી બેઠકો યોજી આખરી ઓપ અપાઈ રહ્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આવતીકાલે આયોજિત અખંડ ભારત સંકલ્પ દિવસની મશાલયાત્રામાં લોકોને જોડાવવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું છે. આ મશાલયાત્રાનું ઠેર-ઠેર અગ્રણી, વેપારીઓ અને બહેનો દ્વારા સ્વાગત માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. દલિત સમાજના જ્ઞાતિ અગ્રણી તેમજ દુર્ગાવાહિની તથા માતૃશક્તિની બહેનો દ્વારા પુષ્પવર્ષા દ્વારા મશાલયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ મશાલયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના 250થી 300 કાર્યકરો જોડાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular