Friday, December 5, 2025
Homeરાજ્યહાલારમાવતરે જવા નીકળેલી પરિણીતા લાપત્તા

માવતરે જવા નીકળેલી પરિણીતા લાપત્તા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામમાં કસ્ટમ રોડ ઉપર રહેતા અને વહાણવટીનો વ્યવસાય કરતાં અલીઅસગર યાકુબ કારા નામના યુવાનની પત્ની નસીમબેન (ઉ.વ.38) નામની મહિલા ગત્ તા. 25ના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં તેણીની માતા ઝરીનાબેનના ઘરે આંટો મારવા જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત નહીં ફરતાં પરિવારજનો દ્વારા મહિલાની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં મહિલાનો પત્તો નહીં લાગતાં આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે કાળા કલરનો ડ્રેસ પહેરેલ પ ફુટ 4 ઇંચ ઉંચાઇ ધરાવતી ઉજળા વર્ણની મજબૂત બાંધાની મહિલા અંગે જાણ થાય તો સલાયા મરીન પોલીસ સ્ટેશનના હે.કો. હસમુખભાઇ ચૌહાણના મોબાઇલ નંબર 95121 99588 ઉપર અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular