જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી પરિણીતા તેણીની બન્ને જોડિયા પુત્રી સાથે ઘરેથી ચાલી જતાં લાપત્તા થયેલી માતા અને બે પુત્રીઓની પોલીસે શોધખોળ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર આવેલી મથુરા સોસાયટીની શેરી નંબર 13માં વસવાટ કરતા રોનકભાઇ છગનભાઇ ઠુમ્મર નામના યુવાનની પત્ની પૂજાબેન (ઉ.વ.31) તેની બે જોડિયા પુત્રી કાવ્યા (ઉ.વ.4) અને ક્યારા (ઉ.વ.4) સાથે તેણીના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઇ હતી. લાપત્તા થયેલી ઘઉંવણો વાન અને મજબૂત બાંધાની તથા કોફી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલી તથા ડાબા હાથમાં કાંડા નીચે ‘આર’ ત્રોફાવેલ પૂજાબેન અને દુધિયા કલરના ટી-શર્ટ અને બ્લુ કલરની જીન્સની ચડ્ડી પહેરેલ પુત્રીઓ આ ત્રણેય અંગે કોઇ વિગત મળે તો સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા પીએસઆઇ વી. એ. પરમારને જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.


