ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન પ્રક્રિયા હાલ શરૂ છે ત્યારે ધુતારપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબ તરીકે ફરજો બજાવતા ડો.જેનીસ વ્યાસે પોતાના લગ્નમાં હાજરી આપતા પહેલા જામવંથલીના મતદાન મથક ખાતેથી મતદાન કરી એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. સાથે સાથે તેઓએ અન્ય નાગરિકોને પણ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. અત્યારે મતદાનની સાથે સાથે લગ્ન સરાની મોસમ પણ શરૂ છે ત્યારે વર-વધુઓ લગ્ન પહેલાં મતદાન કરી લોકશાહીના આ પાવન પર્વને વધુ ઉજળો બનાવી રહ્યા છે.