જામનગર સહિત શિયાળાની ધીમા પગરવે શરૂઆત થઈ ગઇ છે ધીમે ધીમે ઠંડી ક્રમશ: વધતી જાય છે. શહેરમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી પારો નીચે જવાથી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે.
નોંધાયેલા આંકડાઓ મુજબ, જામનગરમાં મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી જ્યારે ન્યુનતમ તાપમાન 12.5 ડિગ્રી, ભેજનું પ્રમાણ 82% અને પવનની ગતિ 2 થી 5 કિ.મી./ક. રહ્યી છે. ઠંડીનું પ્રમાણ વધવાથી ગરમ કપડાની ખરીદીમાં અનેકગણો ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે. શહેરમાં આમ તો અનેક ઠેકાણે ગરમ વસ્ત્રો મળતા હોય છે. પરંતુ જામનગરમાં બેખોફ રહેલા રેંકડીવાળાઓ મન પડે ત્યાં રેંકડી રાખીને નવી બજાર ઉભી કરી દે છે. શહેરમાં વિભાજી સ્કુલ પાસે બેખોફ રહેલા રેંકડીવાળાઓ ગરમ કપડાની નવી બજાર તાબડતોબ ખડકી દીધી છે. મહાનગરપાલિકા અને પોલીસના ભય વગર ગમે ત્યાં મન ફાવે તેમ નવી બજારો શહેરમાં ખડકાઇ જાય છે. પરંતુ એકપણ તંત્રને રસ્તા પરથી પસાર થતા વાહનોને અડચણરૂપ બજારો ધ્યાનમાં આવતી નથી. નિંભર તંત્ર પ્રજાની મુશ્કેલીઓ માટે કયારે ગંભીરતાથી પગલાં લેશે ?