Thursday, December 26, 2024
Homeઆંતરરાષ્ટ્રીયફેસબુક ડાઉન થતા માર્ક ઝુકરબર્ગ અરબપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા

ફેસબુક ડાઉન થતા માર્ક ઝુકરબર્ગ અરબપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવી ગયા

દર કલાકે રૂ.8700કરોડનું નુકશાન થયું : જાણો શા માટે ફેસબુક ડાઉન થયું હતું

- Advertisement -

ગઈકાલે રાત્રીના 9 વાગ્યા આસપાસથી વહેલી સવારે 4વાગ્યા સુધી વ્હોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થતા તેના સહસ્થાપક માર્ક ઝુકરબર્ગને ફટકો લાગ્યો છે. ફેસબુક ડાઉન થતા તેને દર કલાકે રૂ.8700 કરોડનું નુકશાન થયું છે. જેના પરિણામે અરબપતિઓની યાદી માંથી તેઓ એક સ્ટેપ નીચે આવી ગયા છે. રીપોર્ટ અનુસાર તેઓને  600 કરોડ ડોલરનું નુકશાન થયું છે.

- Advertisement -

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ઝુકરબર્ગની નેટવર્થ ઘટીને 120.9 અબજ ડોલર થઈ ગઈ અને તે બિલ ગેટ્સની નીચે 5 માં સ્થાને પહોંચી ગયા. અગાઉ તે આ યાદીમાં ચોથા સ્થાને હતા. આ વર્ષે 13 સપ્ટેમ્બરથી તેની નેટવર્થ 19 અબજ ડોલર ઘટી છે. સોમવારે રાત્રે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની સેવાઓ વૈશ્વિક સ્તરે થપ્પ થઇ હતી, જેના કારણે ભારત સહિત વિશ્વભરના હજારો વપરાશકર્તાઓને આ ડિજિટલ પ્લેટફોર્મ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

ઇન્સ્ટાગ્રામ અને મેસેજિંગ એપ WhatsApp પણ ફેસબુકની માલિકીની છે. આ સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. વપરાશકર્તાઓએ ફરિયાદ કરી હતી કે તેઓ ત્રણ પ્લેટફોર્મમાંથી કોઈપણને એક્સેસ કરવામાં અસમર્થ હતા. સવારે 4 વાગ્યાની આસપાસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવાઓ શરુ થઇ હતી.

- Advertisement -

શા માટે ડાઉન થયું હતું ફેસબુક

બોર્ડર ગેટવે પ્રોટોકોલ(BGP)ના કારણે મુશ્કેલી આવી હતી. જ્યારે તમે કોઈ વેબસાઈટને ઓપન કરો છો, તો BGP જ નેટવર્કની આ જાળમાં વેબસાઈટને ઝડપથી ઓપન કરવાનો રસ્તો શોધે છે. BGPમાં મુશ્કેલી આવવાના કારણે ફેસબુકને નેટવર્ક પાથ મળી શક્યો ન હોતોજેના લીધે ફેસબુક ડાઉન થયું હતું.ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે એક ફોલ્ટી કન્ફિગ્રેશન ચેન્જના કારણે આ સમસ્યા આવી છે. આ કોઈ પણ પ્રકારનો સાયબર એટેક કે હેકિંગનો મામલો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular