Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરનશામુકિત તથા ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં મેરેથોન યોજાશે - VIDEO

નશામુકિત તથા ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં મેરેથોન યોજાશે – VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાજપા યુવા મોરચા દ્વારા આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાજપા યુવા મોરચા દ્વારા નશામુકિત તથા ફિટ ઇન્ડિયાના સંકલ્પ સાથે જામનગરમાં મેરેથોન યોજાશે. જે અંગે આજે સવારે યોજાયેલ પત્રકાર પરીષદમાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે, સમગ્ર ભારતમાં 75 મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવ્યું છે, જે પૈકી સૌથી વધુ મેરેથોન યુ.પી અને ગુજરાતમાં 10 શહેરોમાં મેરેથોન દૌડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર, સુરત, ગાંધીનગર, વલસાડ, આણંદ, જૂનાગઢ, જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. દરેક દૌડ માં 10000 લોકો જોડાશે. જામનગરના સદભાગ્ય છે કે એ 10 શહેરો પૈકી એક મેરેથોનની જવાબદારી જામનગર શહેરને સોંપવામાં આવી છે. નશા મુક્તિ અને ફિટ ઇન્ડિયા મેરેથોનનો મુખ્ય ઉદેશ છે.

- Advertisement -

ગુજરાત સ્તરે પાર્થિવ પટેલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર છે તો જામનગરમાં યોજાવા જઈ રહેલ મેરેથોન માટે અંડર 19 ક્રિકેટ ટિમ કેપ્ટન જય રાવલિયા તથા કોમન વેલ્થ, ગોલ્ડ મેડલ મેળવનાર જીલ મકવાણાને જામનગર સ્તરે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલ છે. નશામુક્તિ તથા ફિટ ઇન્ડિયા ના મુખ્ય ઉદેશ સાથે આ મેરેથોનનું આયોજન કરવામાં આવનાર છે. જેનો રૂટ પ્રારંભ લાલ બંગલા થી ગુરુદ્વાર ચોકડી – દાંડિયા હનુમાન – વાલ્કેશ્વરી – શરૂ સેક્શન રોડ – સાત રસ્તા – લાલ બંગલો સુધી રહેશે. જામનગર શહેરના દરેક નાગરિક, સામાજિક સંસ્થા, યુવાઓ, સેનાકર્મીઓ સહીતના લોકો મેરેથોનમાં જોડાશે. રજીસ્ટ્રેશન કરનાર દરેક ને ટી-શર્ટ આપવામાં આવશે, તો જામનગરના તમામ નાગરિકોને વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવવા યુવા મોરચા તથા ભાજપ શહેર અધ્યક્ષ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. તા.21ના સવારે 5 વાગ્યે – લાલબંગલા સર્કલ થી મેરેથોન પ્રસ્થાન કરશે.

લિંક અથવા ક્યુઆર કોડ namoyuvarun.bjymgujarat.org દ્વારા વધુને વધુ રજિસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

- Advertisement -

આ પત્રકાર પરીષદમાં ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી તથા કાર્યક્રમ ના ઈનચાર્જ વિજયસિંહ જેઠવા, યુવા મોરચા પ્રમુખ દિલીપસિંહ જાડેજા, યુવા મોરચા મહામંત્રી ચિંતન ચોવટિયા, વિરલ બારડ, બ્રાન્ડ એમ્બેસેડર અંડર 19 ક્રિકેટ ટીમ ના કેપ્ટન જય રાવલિયા, કરાટે કોમન વેલ્થ માં સિલ્વર તેમજ રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ મેળવનાર જીલ મકવાણા કાર્યક્રમ ના સહ ઈનચાર્જ સુભાષભાઈ જોશી, ભાવેશ ઠુમ્મર, સહિત મીડિયા સેલ ક્ન્વીનર, ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular