ગુજરાત રાજય ઉપર હાલ સંભવિત વાવાઝોડું બિપોરજોયની ચિંતાના વાદળો ઘેરાયા છે. સમગ્ર રાજયમાં વાવાઝોડાને લઇને એલર્ટ છે અને તંત્ર પણ આ અંગે સાવચેતીનારૂપે તૈયારી કરી રહયું છે. બિપોરજોય ચક્રવાત પોતાની દિશા અને પવનની ગતિ ઘડી-ઘડી બદલી રહયું છે. ત્યારે રાજયના અમુક જિલ્લા પર વાવાઝોડાની અસરો દેખાશે. જયાં અમુક સ્થાનો પર ચક્રવાતે પવનનો અમુક સ્થાનો પર પવન સાથે વરસાદ આવી શકે છે.
ભારત મોસમ વિભાગ અમદાવાદ દ્વારા આજથી લઇને તા. 16 સુધી પવનની ચેતવણી દર્શાવતા નકશા રજુ કરાયા છે. જેમાં રાજયના કયા જિલ્લામાં કઇ તારીખે કેટલી ગતિથી પવન ફુંકાશે તેના નકશામાં દર્શાવાયું છ.ે જેમાં તા. 13ની વાત કરીએ તો આજે જામનગર 50-60 kmph gustina 70 kmph જયારે આવતીકાલે જામનગર, દેવભૂમિ દ્વારકાા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં 65-75 kmph gustina 85 kmph રહેશે. જયારે 15 અને 16 જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ છે. એટલે કે, 125-135 kmph (In Guest) પવન ફૂંકાશે.
આમ, સાવચેતીના પગલે દરેકે સતર્ક રહેવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે અને નિચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોનું અનેક જિલ્લાઓમાંથી સેલ્ટર હોમ ખાતે તેમજ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરીપણ પુરજોશમાં ચાલી રહી છે.