મિત્રતાને કોઇ વ્યાખ્યા નથી પરંતુ આપણી જીંદગીમાં સારા-નરસા સમયમાં સાથે હોય તેનું નામ મિત્ર… મિત્ર શબ્દ સાંભળતાની આપણા પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી સામે આવી જાય એકબીજા પ્રત્યે મૈત્રીભાવ દાખવી સાચા મિત્રનો હદયપૂર્વક આભાર માનવાનો દિવસ એટલે કે ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલ તા.3 ઓગસ્ટના ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર હોય યુવાધન ‘ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી કરવા તૈયાર છે ત્યારે જામનગરની બજારોમાં ફ્રેન્ડશીપ ડે નિમિતે ફ્રેન્ડશીપ કાર્ડ, ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ, મગ, ટેડી બીયર, બ્રેસલેટ જુદા જુદા પ્રકારના ફ્રેન્ડશીપ બેલ્ટ, વિવિધ પ્રકારની ગીફટો સહિતની અનેક વસ્તુઓ હાલમાં બજારમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત ફલાવર બુકેની સાથે સાથે હવે ચોકલેટ બુકેનો ક્રેઝ પણ વધતો જઇ રહ્યો છે ત્યારે અવનવા બુકે પણ જોવા મળી રહ્યા છે જેમાં ચોકલેટ બુકે, વિવિધ ચીજવસ્તુઓ સાથેના બુકે, વિવિધ ગીફટ વસ્તુઓના ગીફટ હેમ્પરની માંગ પણ વધતી જઇ રહી છે. આવતીકાલે ફ્રેન્ડશીપ ડે નિમિતે જામનગરમાં હાઇવે પર કેટલીક હોટલોમાં વિશેષ આયોજનો પણ કરવામાં આવ્યા છે.


