Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવૃજ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર નેશનલ ડેવલપમેન્ટ રિયલ એસ્ટેટ ડેવ. સેલના પ્રમુખ નિમાયા

વૃજ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર નેશનલ ડેવલપમેન્ટ રિયલ એસ્ટેટ ડેવ. સેલના પ્રમુખ નિમાયા

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ કાઉન્સિલ ઓલ ઇન્ડિયાના પ્રમુખ તરીકે જામનગરના વૃજ ગ્રુપના એમ.ડી. જય મોરઝરિયાની નિમણૂક થઈ છે. વૃજ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર જય મોરઝરિયાએ પોતાના કામ પ્રત્યેની સમર્પણથી નાની ઉંમરે જ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેથી તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જય મોરઝરિય ડેવલપમેન્ટ કાઉન્સિલ નેક્સ્ટઝનના વર્ષ 2021 માં બે વર્ષ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ડિસેમ્બર 2021 માસમાં જમ્મુ-કાશ્મીરમાં રાજકીય આગેવાનોની હાજરીમાં નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં જય મોરઝરિયાને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ બેઠકમાં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ તેમજ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ વિભાગના મંત્રી હરદિપસિંહ પુરી, વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજસિંહ, આઈએએસ દુર્ગાશંકર મિશ્રા, ધીરજગુપ્તા, જમ્મુના મેયર ચંદ્રમોહન ગુપ્તા, શ્રીનગરના મેયર અઝીમ મટુ, આઈએએસ સેક્રેટરી અરુણકુમાર મહેતા, હીરાનંદાની ગ્રુપના એમ.ડી. નિરંજન હીરાનંદાની, સહિતના સભ્યો- આગેવાનો તથા હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
હાલમાં આ સંસ્થા દેશના 11 રાજ્યોમાં કાર્યરત છે. જેની સ્થાપના વર્ષ 1998માં ધારાશાસ્ત્રી શ્રી રામ જેઠમલાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular