Sunday, March 23, 2025
Homeરાજ્યજામનગરલીમડાલાઈનમાંથી બાઈક ચોરી કરી શખ્સ ફરાર

લીમડાલાઈનમાંથી બાઈક ચોરી કરી શખ્સ ફરાર

જામનગરમાં લીમડાલાઈન માંથી બાઈક ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. જામનગરમાં ગોકુલ દર્શન રેસીડેન્સી, વૃંદાવન સોસાઈટી પાછળ રહેતા અલ્પેશભાઈ ચંદ્રકાન્તભાઈ ટાંક નામના વ્યક્તિએ છ દિવસ પૂર્વે લીમડાલાઈન સિદ્ધનાથ કોમ્પ્લેક્ષ રજપૂતપરા શેરીનં 1માં પોતાનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ જેના નં-જીજે-03-સીજે-3331 કિંમત રૂ.20000નું બાઈક પાર્ક કરીને રાખ્યું હતું જેની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને નાશી છુટ્યો હતો આ બનાવ અંગે અલ્પેશભાઈએ સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular