કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા હેમતભાઈ કેશુરભાઈ ધોકીયા નામના 58 વર્ષના પ્રજાપતિ પ્રૌઢ તેમના જીજે-10-એબી-5284 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસી અને ભાટિયા ખાતે મિસ્ત્રી કામ કરીને પરત જઈ રહ્યા હતા, ત્યારે કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર ભોગાત ગામ નજીક તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર વિહાર ધોકીયા (ઉ.વ. 23) એ કલ્યાણપુર પોલીસને કરી છે.