Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશાપર પાટિયા નજીક ઇકો કારએ હડફેટ લેતાં પ્રૌઢનું મોત

શાપર પાટિયા નજીક ઇકો કારએ હડફેટ લેતાં પ્રૌઢનું મોત

દસ દિવસ પૂર્વે બપોરના સમયે અકસ્માત : ઇજાગ્રસ્ત પ્રૌઢની સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટિયા નજીક એસ્સાર ટાઉનશીપ સામેના રોડ પર ચાલીને જતાં પ્રૌઢને પાછળથી પુરપાટ આવી રહેલી ઇકો કારના ચાલકે ઠોકર મારી હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતાં ગંભીરસિંહ ભગવાનજીભાઇ જેઠવા (ઉ.વ.57) નામના પ્રૌઢ ગત્ તા. 01ના રોજ બપોરના સમયે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટિયાથી એસ્સાર ટાઉનશીપ સામેના રોડ પર ચાલીને જતા હતા ત્યારે પાછળથી પુરપાટ આવી રહેલી જીજે10-ડીઇ-3480 નંબરની ઇકો કારના ચાલકે પ્રૌઢને હડફેટ લઇ ઠોકરે ચઢાવત શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર અજયસિંહ દ્વારા જાણ કરવામાં આવતાં એએસઆઇ સી. ડી. ગાંભવા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular