Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાંથી ચોરાઉ બાઇક સાથે શખ્સ ઝડપાયો

સીટી-એ ડિવિઝન પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો : બાઇક કબ્જે કરી શખ્સની ધરપકડ

- Advertisement -

જામનગર શહરેમાં દિપક ટોકીસ પાસેના વિસ્તારમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ફરતો હોવાની બાતમીના આધારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે એક શખ્સને ઝડપી લઇ ચોરાઉ બાઇક કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં સુભાષ માર્કેટથી દિપક ટોકીસ સુધીના વિસ્તારમાં ચોરી કરેલાં જયુપીટર બાઇક સાથે એક શખ્સ ફરતો હોવાની પોકો યોગેન્દ્રસિંહ સોઢા, વનરાજભાઇ ખવડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડિવાયએસપી જયરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે.જલુ, પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા પો.હેે.કો. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરિયા, પો.કો. પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા તથા વિક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે જીજે.10.ડીકે.9636 નંબરના રૂા.50,000ની કિંમતના જયુપીટર બાઇક સાથે અસગરઅલી મહમદ ઝખરા નામના શખ્સની ધરપકડ કરી ચોરાઉ બાઇક કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular