જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 48 માંથી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ ગોઠવી બાઈક પર આવતા બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી 48 બોટલ દારૂ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 48 માં ઓશવાળ કન્યા છાત્રાલય પાસેની શેરીમાંથી પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જીજે-10-ડીબી-7444 નંબરના બાઈક પર નિકળેલા મનિષ ઉર્ફે મનિલ ફલીત રમેશ દામા અને બ્રિજરાજસિંહ ઉર્ફે લાલો રાજેન્દ્રસિંહ જાડેજા નામના બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.24 હજારની કિંમતની 48 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો અને રૂા.4800 નીકિંમતના 48 નંગ ચપલા તથા રૂા.30 હજારનું બાઈક સહિત કુલ રૂા.58,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ દશરથભાઈ જાડેજાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.