કોંજા ગામ નદીના પુલની બાજુમાં વાડીમાંથી પંચ બી પોલીસે એક શખ્સને કુલ 102 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ રૂા.70,230 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સપ્લાયરની શોધખોળ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, જામનગરના કોંજા ગામ નદીના પુલની બાજુમાં રામશી વેજાણંદ કરમુર એ તેની વાડીમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસે રેઈડ દરમિયાન રૂા.52,494 ની કિંમતની 78 નંગ વિદેશી દારૂની બોટલો, રૂા.17,736 ની કિંમતની 24 નંગ વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂા. 70,230 ની કિંમતની 102 નંગ દારૂની બોટલો સાથે રામશી વેજાણંદ કરમુરને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરમિયાન સપ્લાયર તરીકે બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.