જામનગર શહેરમાં પખાલીવાડ વિસ્તારમાં જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રનફેર તથા હારજીત ઉપર સોદા કરાવી જૂગાર રમતા એક શખ્સને રૂા.5000 ના મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિત રૂા. 6500 ની કિંમતના મોબાઇલ ફોન સાથે જામનગર એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પખાલીવાડ નગીના મસ્જિદ પાસે જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચ ઉપર રન ફેર અને હારજીતના સોદા કરતા દિપક બાલુ ચુડાસમા નામના શખ્સને રેઈડ દરમિયાન જામનગર એલસીબી પોલીસે ઝડપી લીધો હતો અને રૂા.1500 ની રોકડ રકમ તથા રૂા. 5000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 6500 નો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આરોપીની પૂછપછર હાથ ધરતા ક્રિકેટ મેચના સોદાની કપાત લેનાર જે.પી. તથા પૈસાની હારજીતનો વહીવટ કરનાર ભોલાભાઈ નામના બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.