Tuesday, April 7, 2026
Homeરાજ્યજામનગરમસિતિયામાંથી લાયસન્સ વગરના તમંચા સાથે શખ્સ ઝડપાયો

મસિતિયામાંથી લાયસન્સ વગરના તમંચા સાથે શખ્સ ઝડપાયો

એલસીબીની ટીમએ બાતમીના આધારે દબોચ્યો : 10 હજારનો તમંચો કબ્જે : મધ્યપ્રદેશના સપ્લાયરનું નામ ખુલ્યું

જામનગર તાલુકાના મસિતિયા ગામમાં રહેતાં શખ્સને લાયસન્સ વગરના તમંચા સાથે એલસીબીની ટીમએ ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં હથિયાર સપ્લાયરની સંડોવણી ખૂલતા પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના મસિતિયા ગામમાં દરગાહ પાસે કમરૂદીન નગરમાં રહેતાં બશીર ઉર્ફે બશલો નામના શખ્સ પાસે તમંચો હોવાની કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ ડેરવાડિયાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે મસિતિયા ગામમાંથી બશીર ઉર્ફે બશલો સિદિક જુસબ મેકાણી નામના શખ્સને આંતરી લીધો હતો.

એલસીબીએ બશીરની તલાશી લેતાં તેની પાસેથી રૂા. 10 હજારની કિંમતનો લાયસન્સ વગરનો તમંચો મળી આવતાં પોલીસે બશીરની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં આ તમંચો મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના મનોજ નામના શખ્સ પાસેથી ખરીદ્યાની કેફિયત આપતા એલસીબીએ બે શખ્સો વિરૂદ્ધ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular