જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની 4 બોટલો મળી આવતા પોલીસે બાઈક અને દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.2 અને રોડ નં.3 પરથી એકટીવા પર પસાર થતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર નામના શખ્સને એલસીબીની ટીમે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1600 ની કિંમતની ચાર નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે બાઈક અને દારૂના જથ્થા સહિત રૂા.31,600 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં કેતન ભાનુશાળી નામના જામનગરના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કેતનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


