જામનગરમાં મોરકંડા રોડ પરથી પસાર થતાં શખ્સને આંતરિને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.26000ની કિંમતની દારૂની બોટલો મળી આવતાં પુછપરછ હાથધરતાં આ દારૂનો જથ્થામાં વાપીના અને જામનગરના શખ્સની સંડોવણી ખુલી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં મોરકંડા રોડ પર ગરીબ નવાઝ પાર્ક નજીકથી પસાર થતાં અફઝલ કાદર સમા નામના શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. એમ.વી.મોઢવાડીયા તથા સ્ટાફે વોચ ગોઠવી અફઝલને આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી રૂા.26,000ની કિંમતની દારૂની 52 બોટલો મળી આવતાં પોલીસે અટકાયત કરી પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થામાં વાપીના રાકેશ અને જામનગરના ફિરોજ ઉર્ફે મુનિયો ઓસમાણ સિયાઇ નામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. જેથી પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જામનગરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
રૂા.26,000નો દારૂ કબ્જે: જામનગર અને વાપીના સપ્લાયરના નામ ખુલ્યા