Friday, December 5, 2025
Homeરાજ્યહાલારધ્રોલમાં સ્વિફ્ટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

ધ્રોલમાં સ્વિફ્ટ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

સ્થાનિક પોલીસે કારને આંતરી 324 બોટલ કબ્જે કરી : મોબાઇલ ફોન, કાર અને દારૂ મળી રૂા. 6.66 લાખનો મુદામાલ કબ્જે : દારૂ મંગાવનારનું નામ ખુલ્યુ

ધ્રોલ ગામમાં જોડિયા રોડ પરથી પસાર થતી કારને આંતરીને સ્થાનિક પોલીસે તલાશી લેતાં તેમાંથી 324 બોટલ દારૂ અને મોબાઇલ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી કુલ રૂા. 6.66 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ ધ્રોલ ગામમાં જોડિયા રોડ પરથી કારમાં દારૂનો જથ્થો લઇ જવાતો હોવાની બાતમીના આધારે પીઆઇ એચ. વી. રાઠોડ તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની જીજે27-એએ-6677 નંબરની સ્વિફ્ટ કાર પસાર થતાં તેને આંતરીને તલાશી લેતાં કારમાંથી રૂા. 3,56,400ની કિંમતની ઇંગ્લીશ દારૂની 324 બોટલ અને રૂા. 10 હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી આવતા ધ્રોલ પોલીસે સુનિલ જયસુખ મકવાણા (ઉ.વ.33, રહે. હાપા, જામનગર) નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો સદામ ઉર્ફે મુન્નો બોદુ સફિયા નામના શખ્સે મંગાવ્યો હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કુલ રૂા. 6,66,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular