જામનગર જિલ્લાના જોગવડ ગામમાં રહેતાં શખ્સના રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 62 નંગ બીયરના ટીન સાથે ઝડપી લઇ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર જિલ્લાના જોગવડ ગામના જોશીપરા વિસ્તારમાં રહેતાં અનિલ જેરામભાઇ પંચાસરા નામના મજૂરી કામ કરતા શખ્સના મકાનમાં બીયરનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.7750 ની કિંમતના 62 નંગ બીયરના ટીન મળી આવતા પોલીસે રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ અને બીયરના ટીન સાથે અનિલની ધરપકડ કરી કુલ રૂા.12750 નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા આ બીયરનો જથ્થો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ગામના સંજય ખવાસ નામના શખ્સને આપ્યો હોવાની કેફિયતના આધારે એલસીબી એ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


