Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરબાલવા ગામ નજીકથી કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

બાલવા ગામ નજીકથી કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

પોલીસે સ્કોર્પિયો તથા એસન્ટ કારની તલાસી લીધી : 700 લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે : બે શખ્સોની ધરપકડ : રૂા.7.90 લાખનો મુદ્દામાલ કબ્જે

જામજોધપુરમાં બાલવા ગામ રોડ પરથી પોલીસે સ્કોર્પિયોમાંથી દેશી દારૂના જંગી જથ્થા સાથે શખ્સને દબોચી લઇ રૂા.7.90 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બાલવા ગામ રોડ પરથી પસાર થતી કારમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એએસપી પ્રતિભાના નેજા હેઠળ પીઆઈ એ.એસ. રબારી, એએસઆઈ સંજય એચ. જીલરીયા, હેકો ભગીરથસિંહ જાડેજા, પો.કો. રવિન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, પરાક્રમસિંહ ગોહિલ અને કૃણાલભાઈ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મુજબની જીજે-10-એસી-5081 નંબરની એસન્ટ કાર તથા જીજે-25-એ-8418 નંબરની સ્કોર્પિયો કાર પસાર થતા પોલીસે કારને આંતરી હતી. જેમાં પોલીસે બન્ને કારની તલાસી લેતા કારમાંથી રૂા.1,40,000 ની કિંમતનો 700 લીટર દેશી દારૂનો જથ્થો અને 6,50,000 ની કિંમતની બે કાર સહિત કુલ રૂા.7,90,000 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ભોજા લાખા હુણ અને અજાણ્યા સહિતના બે શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular