ધ્રોલ તાલુકાના હરિપર ગામ નજીકથી એલસીબીએ એક શખ્સને 36 નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઇ મોબાઇલ ફોન તથા ઇકો ગાડી સહિત કુલ રૂા. 3,33,368નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. દારૂ મંગાવનારની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના હરિપર ગામ પાસે આવેલ નર્સરી પાસે હાઇવે પરથી એક શખ્સ ઇકો કારમાં દારૂની બોટલો લઇને પસાર થતો હોવાની એલસીબીના મયૂરસિંહ પરમાર, દિલીપભાઇ તલાવડિયા, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન જીજે01-કેકયુ-3799 નંબરની ઇકો કારમાંથી રૂા. 28,368ની કિંમતની 36 નંગ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો, રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂા. 3 લાખની ઇકો કાર સહિત કુલ રૂા. 3,33,368નો મુદામાલ જપ્ત કરી ચાલક દિલીપ કેન્દુભાઇ બામણિયાની અટકાયત કરી હતી. આરોપીએ દારૂનો જથ્થો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સરાપાદર ગામમાં રહેતાં શક્તિસિંહ જાડેજાએ મંગાવ્યો હોવાની કેફિયત આપતા મધ્યપ્રદેશ રાજ્યના ભાભરમાં આવેલા એક ઠેકાએથી ભર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા દારૂ મંગાવનારની શોધખોળ હાથ ધરી હતી.


