આજના આ યુગમાં તમે ઘણું બધુ નકલી જોયું હશે ઘણીબધી બ્રાન્ડની નકલી કંપની, ઘણી ચીજોની નકલી આઈટમ પણ શું તમે કયારેય નકલી દુતાવાસ વિશે વિચાર્યુ હતું…?? ગાઝિયાબાદના KB 35 કવિનગરમાં ભાડાના મકાનમાં હર્ષવર્ધન જૈને નકલી દુતાવાસનું સેટઅપ બનાવ્યું હતું. જેનો ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ટ ફોર્સના નોઇડા યુનિટે ધરપકડ કરીને ખુલાસો કર્યો છે.
STF ની તપાસમાં જાણવા મળ્યું કે, હર્ષવર્ધન જૈન પોતાને માઈક્રોનેશન અથવા નકલી દેશોનો રાજદૂત કહેતો હતો તેણે વેસ્ટ આર્કિટકા, સબોર્ગા, પાઉલ્વિયા, લાડોનિયાના નામ દુતાવાસ ખોલ્યા હતાં. મહત્વનું એ છે કે, ઈન્ટરનેટ પર કયાંય પણ આ દેશોનો ઉલ્લેખ નથી. ગુગલ પર સબોર્ગા શોધશો તો ખબર પડશે કે એવો કોઇ દેશ જ નથી. પરંતુ એક ગામ અને સુક્ષ્મ રાષ્ટ્ર છે જેને દેશનો દરજજો મળ્યો નથી. બીજુ નામ પાલવિયા હતું. જેને શોધવા પર કશું મળતું નથી જ્યારે લાડાનિયા શોધતા એક પ્રયોગશાળાનું નામ મળે છે જ્યારે વેસ્ટ આર્કિટકા શોધતા સંયુકત રાષ્ટ્ર માટે કામ કરતી એક બિન લાભકારી સંસ્થાનું નામ મળે છે. KB 35 કવિનગરમાં ભાડાના મકાનમાં આ નામો પર સંપૂર્ણ દુતાવાસ જેવું સેટઅપ બનાવ્યું છે.
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી હોવાનું નાટક કરી વિદેશી ધ્વજ, નકલી રાજદ્વારી પાસપોર્ટ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવતા હતાં. નકલી દુતાવાસ પર દરોડો પાડતા હર્ષવર્ધન જૈનની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, તેણે લોકો પર પોતાનો પ્રભાવ પાડવા વડાપ્રધાન મોદી, ભૂતપુર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને અન્ય વિદેશી નેતાઓ સાથેના તેમના મોર્ફ કરેલા ચિત્રોનો ઉપયોગ કરી ફોટો બનાવ્યા હતાં. આ સમગ્ર કામગીરી પાછળ તેનો ઉદેશ્ય લોકોને વિદેશમાં નકલી નોકરીઓને લાલચ આપીને પૈસા પડાવવાનો, હવાલાનો વ્યવસાય કરવાનો વિદેશી કનેકશન આપવાના નામે દલાલી સાથે નકલી પાસપોર્ટ અને વિદેશી ચલણનો ગેરકાયદેસર વેપાર કરવાનો હતો.
આ ઉપરાંત આ અગાઉ પણ હર્ષવર્ધનનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીનું નેટવર્ક ફકત સ્થાનિક કે રાજ્યસ્તર સાથે જ નહી પરંતુ, આંતરરાષ્ટ્રીય શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું છે. STF ને સર્ચ દરમિયાન રાજદ્વારી નંબર પ્લેટવાળા ચાર લકઝરી વાહનો, નકલી માઈક્રોનેશનના નામે બનાવયેલા 12 રાજદ્વારી પાસપોર્ટ, ભારતીય વિદેશ મંત્રાલયના સ્ટેમ્પવાળા નકલી દસ્તાવેજો, બે નકલી પાનકાર્ડ, 34 અલગ અલગ કંપનીઓ અને દેશોના નકલી સ્ટેમ્પ, બે નકલી પ્રેસકાર્ડ 44,77,000 રૂપિયા રોકડા અને અનેક દેશોના વિદેશી ચલણ ઉપરાંત 18 અલગ અલગ રાજદ્વારી નંબર પ્લેટનો સમાવેશ થાય છે. હાલમાં આોરપી વિરુધ્ધ ગાઝિયાબાદના કવિનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તેની પુછપરછ ચાલી રહી છે STF વધુ તપાસ કરી રહી છે.


