પશ્ચિમબંગાળમાં ચુંટણી પ્રચાર કરી રહેલ મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થયા છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.નંદીગ્રામમાં તેમના પર હુમલો થયો હોવાનું મમતા બેનર્જીએ જણાવ્યું છે. તેઓને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું છે 4-5 લોકોએ તેમને કારમાં ધક્કો મારીને જબરદસ્તી દરવાજો બંધ કરી દીધો હતો. પરિણામે તેઓના પગમાં ઈજા થઇ છે. અને સારવાર અર્થે નંદીગ્રામથી કોલકત્તા ખસેડવામાં આવ્યા છે.
મમતા બેનર્જી નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર કરવા પહોચ્યા તે સમયે તેઓ ઘાયલ થયા છે. દીદીએ આરોપ લગાવતા કહ્યું કે મારા પર હુમલો કરવામાં આવ્યો છે. મારા પગને ગાડીથી કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના પરિણામે મને ઈજાઓ પહોચી છે. ટીએમસીના પ્રમુખે જણાવ્યું છે કે આ અંગે ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવશે. મમતાએ જણાવ્યું કે એક મુખ્યમંત્રી પર કડડ સુરક્ષા વચ્ચે હુમલો કરવામાં આવ્યો હતો. અને ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. આજે મહાશીવરાત્રીના દિવસે મમતા બેનર્જી નંદીગ્રામમાં રહેવાના હતા પંરતુ આખો સીન બદલાઈ ગયો છે. તો એક તરફ ભાજપ દ્રારા મમતા બેનર્જી નાટક કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યું છે કે આ હારની પહેલાની હતાશા છે.
ઈજાગ્રસ્ત દીદીને તાત્કલિક સારવાર અર્થે કોલકત્તા ખસેડવામાં આવ્યા હતા. અને તેમની પીઠમાં અને પગમાં ઈજાઓ પહોચી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ ગઈ હતી.