Thursday, January 2, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાના માલધારીઓને સમાજના આગેવાનો દ્વારા સહાય

દ્વારકા જિલ્લાના માલધારીઓને સમાજના આગેવાનો દ્વારા સહાય

ધારાસભ્ય અગ્રણીઓ, મહંતોની ઉપસ્થિતિમાં સહાયનું વિતરણ

- Advertisement -

ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા અતિવૃષ્ટિ જેવા ભારે વરસાદમાં જુદા જુદા ગામના અનેક માલધારીઓને વ્યાપક નુકસાની થવા પામી હતી. જેને અનુલક્ષીને ભરવાડ સમાજના આગેવાનો દ્વારા રોકડ સહાય એકત્ર કરી અને મહંતોની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા દિવસો પૂર્વે અતિભારે વરસાદ વરસી જવા પામ્યો હોતો. જેના કારણે ભરવાડ સમાજના માલધારીઓને ઘેટા-બકરા વિગેરે સહિતનું વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. આ કઠિન પરિસ્થિતિને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના દાંતા ગામના અગ્રણી રાજુભાઈ ભીમાભાઈ સરસિયાએ સમાજના આ માલધારી પરિવારોને સહાયભૂત થવાના આશયથી પહેલ કરી, રૂપિયા પાંચ લાખની સહાય આપી હતી. આ ઉપરાંત આ સેવાકાર્ય માટે થરાના મહંત પૂ. ઘનશ્યામપુરી બાપુ, દ્વારકાના મહંત પુ. મુનાબાપુ, મુળવાનાથ જગ્યાના મહંત બાલારામ બાપુ વિગેરે દ્વારા રૂ. 3 લાખની સહાય આપવામાં આવી હતી.

આમ, કુલ રૂપિયા 8 લાખની સહાયથી 60 અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ થવાની પહેલ કરવામાં આવી હતી. આ સહાય વિતરણ કાર્યક્રમ ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર ભરવાડ સમાજની નિર્માણાધિન હોસ્ટેલ ખાતે યોજાયો હતો. જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રસિકભાઈ નકુમ, એભાભાઈ કરમુર, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, કશ્યપભાઈ આહીર, સગાભાઈ રાવલિયા, જગાભાઈ, જુઠાભાઈ વિગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન માટે રમેશભાઈ ટોયટા, લખનભાઈ લારીયા, બાબુભાઈ ચૌહાણ, દેવશીભાઈ ગમારા, સોમાભાઈ, નારણભાઈ, ગોગનભાઈ, પ્રવીણભાઈ, અરજણભાઈ, બાવનભાઈ પાલાભાઈ વિગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular