Friday, September 20, 2024
Homeરાષ્ટ્રીયમેલેરિયાની રસી તૈયાર

મેલેરિયાની રસી તૈયાર

ત્રણ આફ્રિકન દેશોમાં વિશ્વની પ્રથમ એન્ટિ-મેલેરિયલ રસી લગાવવાની જાહેરાત: રસીના ચાર ડોઝ લેવાના રહેશે 

- Advertisement -

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ત્રણ આફ્રિકન દેશોમાં વિશ્વની પ્રથમ એન્ટિ-મેલેરિયલ રસી લગાવવાની જાહેરાત કરી છે. Glaxosmithkline  દ્વારા બનાવવામાં આવેલી mosquirix નામની રસી લગભગ 30 ટકા અસરકારક છે અને તેને 4 ડોઝની જરૂર છે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આ રસી બનાવવા માટે 200 મિલિયનનું જંગી ફંડ આપ્યું હતું. 17100એ આ રસીને મેલેરિયા સામેની લડાઈમાં એતિહાસિક સફળતા ગણાવી છે. જો કે હવે તેની મોંઘી કિંમતને જોતા ફાઉન્ડેશન લોકો સુધી પહોંચાડવાના મિશનમાંથી ખસી ગયું છે. ફાઉન્ડેશને આ અઠવાડિયે એસોસિએટેડ પ્રેસને કહ્યું કે તે હવે રસી માટે ભંડોળ પૂરું પાડશે નહીં. ગેટ્સ ફાઉન્ડેશનના મેલેરિયા પ્રોગ્રામ્સના ડિરેક્ટર ફિલિપ વેલ્ખોફે આ સંદર્ભમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે મેલેરિયાની રસીની અસરકારકતા જેટલી જોઈતી હતી, તેના કરતા ઘણી ઓછી છે. આ રસી ઘણી મોંઘી પણ છે અને તેને યોગ્ય લોકો સુધી પહોંચાડવી એ પણ ખૂબ જ પડકારજનક છે. જો આપણે વધુને વધુ જીવન બચાવવા માંગતા હોય તો રસીની કિંમત અને ગુણવત્તા બંને જોવી પડશે. વેલ્ખોફે કહ્યું કે ગેટ્સ ફાઉન્ડેશને પ્રોજેક્ટમાંથી ખસી જવાનો સમજી વિચારીને નિર્ણય લીધો છે. વેલ્ખોફે કહ્યું કે ગેટ્સ ફાઉન્ડેશન રસી પ્રોજેક્ટ ગાવી’ને સમર્થન આપવાનું ચાલુ રાખશે. આ પ્રોજેક્ટ હેઠળ ત્રણ આફ્રિકન દેશો ઘાના, કેન્યા અને માલાવીના લોકોને શરૂઆતમાં આ રસી મળશે.

- Advertisement -

આ માટે ફાઉન્ડેશને લગભગ 156 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કર્યું છે. કેટલાક વૈજ્ઞાનિકોએ ફાઉન્ડેશનના આ નિર્ણયથી નિરાશા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે આનાથી મેલેરિયાને કારણે લાખો આફ્રિકન બાળકોની મોત થઇ શકે છે. તે જ સમયે, આ નિર્ણય જાહેર આરોગ્યની સમસ્યાઓ હલ કરવાના ભાવિ પ્રયત્નોને નબળી પાડી શકે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત ડો. ડિયાન વિર્થે કહ્યું કે ગેટ્સ ફાઉન્ડેશને રસી બજારમાં લાવીને તેની ભૂમિકા ભજવી છે. હવે તેનો ઉપયોગ સુનિશ્ર્ચિત કરવા દેશો, દાતાઓ અને અન્ય આરોગ્ય સંસ્થાઓ પર નિર્ભર છે. લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિન ખાતે જૈવિક વિજ્ઞાનના ડીન એલિસ્ટર ક્રેગે જણાવ્યું હતું, આ વિશ્ર્વની સૌથી મોટી રસી નથી, પરંતુ તેના ઉપયોગથી મોટી અસર થઈ શકે છે.’ ક્રેગે કહ્યું, ’એવું પણ નથી કે અમારી પાસે બીજા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આગામી પ વર્ષમાં બીજી રસી મંજૂર થઈ શકે છે. પરંતુ જો આપણે ત્યાં સુધી રાહ જોઈશું તો ઘણા લોકો મરી શકે છે.
4અનુ. પાના નં. 6 ઉપર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular